આવતીકાલથી અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ થશે વીમાની સેવા
સ્ટાર એર દ્વારા ત્રીજી જુનથી ભુજથી અમદાવાદ અને કર્ણાટક-બેલગામ વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત.
સંજય ઘોડાવત ગ્રુપની સ્ટાર એર દ્વારા કચ્છ-ભુજને જોડતી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.
અમદાવાદથી કર્ણાટક સેકટર પર ચાલતી ફલાઇટને ભુજ સુધી લંબાવતા કચ્છના પ્રવાસીઓને રાહત થશે.
કચ્છના પ્રવાસીઓને અમદાવાદ સુધીની વિમાની સેવા ઉપલબ્ધ થવા સાથે કોલ્હાપુર, હુબલી, ગોવા તરફ જવા માગતા પ્રવાસીઅઓની સુવિધામાં પણ વધારો થશે.