ABP News

Aravalli News: અરવલ્લીમાં રાજ્ય સરકારના મંત્રીના પૌત્રને માર મરાયાનો આરોપ | abp Asmita LIVE

Continues below advertisement

અરવલ્લીમાં મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક શખ્સોએ માર માર્યાંનો આરોપ. તૌ હુમલો કરનાર શખ્સો પર પણ મંત્રીના પુત્રોએ માર્યો માર..

મોડાસામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પરિવાર સાથે જોડાયેલી મારામારીની બે અલગ અલગ ઘટના કેમેરામાં થઈ કેદ. પહેલી ઘટનાના આ દ્રશ્યો જુઓ 17 ફેબ્રુઆરીએ સવારના 10.30 વાગ્યે મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારનો પુત્ર મોપેડ પર જઈ રહ્યો હતો. ત્યારે જ રોંગ સાઈડમાં આવી રહેલા રિક્ષાચાલક સાથે સાઈડ આપવા બાબતે તકરાર થઈ હતી. જેમાં રિક્ષા ચાલકે મંત્રીના પૌત્ર પર હુમલો કરી દીધો.. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ હતી કેદ.. બસ આ જ બનાવના પ્રત્યાધાત કંઈક આવા પડ્યા. રિક્ષાચાલકે મારામારી કરતા મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ અને રણજીતસિંહે હુમલો કરનારને શોધી કાઢ્યા અને બાદમાં તેમણે પણ સામે વળતો હુમલો કર્યો. કિરણસિંહ અને રણજીતસિંહે કારમાં રાખેલા લાકડી અને બેટ જેવા હથિયારોથી રસ્તા વચ્ચે જ એ વ્યક્તિને ઢોર માર માર્યો. જે મારામારીનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola