Surat news: સુરતમાં RTIના નામે ખંડણી વસૂલતા કથિત પત્રકારોનો પર્દાફાશ, અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ

સુરતમાં RTIના નામે ખંડણી વસૂલતા કથિત પત્રકારોનો પર્દાફાશ.. અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી. જ્યારે 14 આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા. ખંડણી માગવાને લઈ અત્યાર સુધીમાં 7 ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શાકિબ ઝરીવાલા બિલ્ડરોને ધમકી આપતો હતો. એટલે કે શાકિબની પત્ની મનાપામાં કામ કરતી હોવાથી બાંધકામ તોડાવવાની ધમકી આપતા. એટલું જ નહીં આરોપીની પત્નીએ પણ બિલ્ડરને ધમકી આપી હતી. રુબિના બાંધકામના નક્શા પોતાના પતિ અને તેના ભાઈને આપતી હતી. અને ટુકડે ટુકડે 50 હજાર રુપિયા પડાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. ત્યારે આરોપી શાકિબ જરીવાલા, તેની પત્ની રુબિના વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો.. એટલું જ નહીં ફિરોઝ શેખ, રમેશ જાંગીડ, સચિન પટેલ સહિતના આરોપી વિરુદ્ધ 3 ગુના નોંધવામાં આવ્યા..  જો કે ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યાં બાદ પોલીસ એક્શનમાં આવી..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola