Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?
Alpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?
વાવ વિધાનસભા બેઠકનો પેટા ચૂંટણી જંગ જેમાં જીત તો થઈ ભાજપના સ્વરૂપજી ઠાકોરની પરંતુ હવે ચર્ચા થઈ રહી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકમાં. અહીં તેમણે ભાજપની જીતને લઈ શંકર ચૌધરીની પ્રશંસા કરી. શંકર ચૌધરી અધ્યક્ષ હોવા છતાં ભાજપ માટે પ્રચાર કરવા બદલ અલ્પેશ ઠાકોરે આભાર માન્યો. અલ્પેશ ઠાકોરનું કહેવું હતું કે અધ્યક્ષ શંકર ચૌધરીએ માહોલ ઊભો કર્યો. તો સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, સાહેબ તમારા આભાર માનવો પડે શંકરભાઈનો, અધ્યક્ષ પ્રચાર ના કરી શકે. અધ્યક્ષ પ્રચાર ના કરી શકે તેમ છતાં જાહેરમાં જાહેરમાં એમણે પ્રચાર કર્યો અને આખોય સમાજ એ સમાજમાં એક માહોલ ઊભો કર્યો અને યુવાનો બહાર આયા. એમને લાગ્યું કે. નહી, આપણે ખોટી દિશામાં ના દોડાય.