AMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?
AMC Junior Clerk Exam Controversy : જૂનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ યુવરાજસિંહે શું ઉઠાવ્યા સવાલ?
અમદાવાદ મહાનગરપાલિકા જેમાં જુનિયર ક્લાર્કની 718 જગ્યા પર ભરતી માટે લેવાઈ પરીક્ષા. કુલ 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા. અમદાવાદમાં 312 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કર્યું હતું. મકરબા વિસ્તારની કુવેશ પ્રાથમિક શાળામાં 314 ઉમેદવારોએ ઉમેદવારી ક્રમાંક અને ઓએમઆર સીટ અલગ અલગ અપાતા હોબાળો મચાવ્યો અને એટલું જ નહીં ઉમેદવારોએ આરોપ પણ લગાવ્યો કે પરીક્ષાનો સમય 12:30 થી બે વાગ્યા સુધીનો હતો તેમ છતાં 12:45 વાગ્યે પેપર આપવામાં આવ્યું. નંબર અલગ અલગ હોવાને લઈ તેમના ઉત્તરથી લઈ પરિણામ અલગ પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેને લઈ આ પરીક્ષા કેન્દ્રના તમામ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા વગર હોબાળો મચાવ્યો. પરીક્ષાર્થીએ કહ્યું, અમે લોકો જ્યારે બેઠક રૂમમાં ગયા ત્યારે અમને સાડા બારનો ટાઈમ હતો એક્ઝામનો. પરંતુ પેપર ના અપાયા પછી અમે લોકોએ હોબાળો કર્યો, હોબાળો કર્યા પછી જ્યારે અમને ઓએમઆર સીટ આપી તો અમે જોયું તો બેઠક ક્રમાંક અને ઓએમઆર સીટ બંને અલગ અલગ હતો. એના પછી એક વાગ્યે અમે હોબાળો કરીને નીચે આવ્યા, જ્યારે નીચે આવ્યા ત્યારે પેપર અમે બધા છોકરીઓ નીચે સોલ્વ કરતી હતી. પેપર ઘટનાની જાણ થતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. યુવરાજસિંહના મતે બંને સીટમાં અલગ અલગ નંબર એ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી છે. ઉમેદવારી ક્રમ અને ઓએમઆર સીટ પરના ક્રમાંકમાં 300 આંકડાનો ફરક છે, તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પરીક્ષામાં ગોલમાલ કરવી એ ભાજપે પોતાનો જન્મસિદ્ધ અધિકાર બનાવી લીધો છે.