Ambaji Bhadarvi Poonam 2025: વરસાદી માહોલમાં ભક્તિનો અવિરત પ્રવાહ 'જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી ધામ

વરસાદી માહોલમાં ભક્તિનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલો ભાદરવી પૂનમનો મહામેળો સોલંકી કળાએ ખીલી ઉઠ્યો છે. આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહેલા આ મેળામાં લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે. આજે વહેલી સવારથી દાંતા સહિત સમગ્ર અંબાજી પંથકમાં ધીમી ધારે વરસેલા વરસાદે માહોલને હરિયાળો અને આનંદમય બનાવી દીધો છે.

ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ. મંદિર પરિસર બોલ માડી અંબે અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યું. એ સાથે જ ચાચર ચોકમાં ભક્તો, પદયાત્રીઓ ગરબે ઘૂમીને માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે. તો ભાદરવી પૂનમના મહામેળાને લઈ છ દિવસમાં 36 લાખથી વધુ દર્શનાર્થીએ મા અંબાના દરબારમાં શીશ ઝૂકાવ્યું. એટલું જ નહીં મા અંબાના પ્રસાદ મોહનથાળના 21 લાખ પેકેટનું વિતરણ થયું. જ્યારે ભંડાર ગાદી સહિત સાહિત્ય કેન્દ્રને 48 લાખ 73 હજારથી વધુની આવક થઈ છે. 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola