Ambalal Patel | અરબી સમુદ્રમાં સર્જાશે લો પ્રેશર, તૂટી પડશે વરસાદ | અંબાલાલ પટેલની મોટી આગાહી
Continues below advertisement
ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી સાયકલોનિક સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની ખાસ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 ઓક્ટોબરે એમ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 16 અને 17 ઓક્ટોબરે લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ વરસશે. લો પ્રેશરને લીધે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
Continues below advertisement