Gujarat Heavy Rain Forecast | આગામી 24 કલાક માટે ભયંકર વરસાદની આગાહી | Abp Asmita
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની શક્યતા ઓછી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્ર પૂર્વ મઘ્ય - પશ્ચિમ મધ્ માં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આજે 33 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે.
Continues below advertisement