Ambalal Patel | દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ સુધી વરસાદ તુટી પડશે | અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

Continues below advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. કચ્છના અખાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમ ની અસરો દેખાઈ શકે. ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે. વરસાદી ધરી ઉત્તરીય પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાત માં વરસાદ ઓછો. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય નથી થઈ રહ્યું. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો. પેસિફિક મહાસગર પર વાદળો નહીવત. ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ વાદળો નહીવત. વાયુ મંડળમાં એટમોસ્ટફિયરિક વેવ નબળી. બંગાળ ના ઉપસાગર માં કૈંક અંશે સિસ્ટમ બની રહી છે. ૨૬ અને ૩૦ જૂલાઈ સીસ્ટમ બનશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર થતા વરસાદ લાવી શકે . ૨૬ જૂલાઈ થી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે . ૭મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર માં લો પ્રેશરના કારણે ભારે વરસાદ લાવી શકે. જૂનાગઢ, અમરેલી ના ભાગો માત્ર વરસાદ થઈ શકે. બોટાદ, સાવરકુંડલા ના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવી શકે . દક્ષિણ ગુજરાત માં ભારે થી અતિભારે વરસાદ થતા પૂર ની સ્થિતિ બની શકે . પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. ભરૂચ વડોદરા માં ભારે વરસાદ થઈ શકે . અમદાવાદ ગાંધીનગરમાત્ર વરસાદ થઈ શકે . સાબરકાંઠા અને બનાસકાંઠા માં વરસાદ આવી શકે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ આવી શકે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram