Ambalal Patel Forecast | દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Continues below advertisement
Gujarati Rain Alert: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે.
- વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.
- અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.
- આ વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.
- 28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.
- તાપી અને સાબરમતી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થવાની શક્યતા છે.
- ઉત્તર ગુજરાતના પાણીના બંધોમાં પણ પાણીની આવક વધશે.
- 28 જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
- જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.
Continues below advertisement