Ambalal Patel Forecast | 17મી જુલાઈએ ખાબકશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Continues below advertisement

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં જુલાઈના અંત સુધીમા અને ઓગષ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે. અંબાલાલના જણાવ્યા અનુસાર, 15થી 16 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17થી 24 જૂલાઈ ભારે વરસાદ રહેશે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. 

મધ્ય ગુજરાતના અમદાવાદ,  ગાંધીનગર,  વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાંત  અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદને લઈ આ આગાહી કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram