Big Breaking | Rain Forecast | શું આ વખતનું ચોમાસું બગડ્યું? જુઓ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

Continues below advertisement

Ambalal Patel | દક્ષિણ ગુજરાતના નવસારી સુધી ચોમાસુ પહોંચ્યું છે પણ ચોમાસુ નબળું પડ્યું હોવાની વાત અંબાલાલ પટેલે કરી હતી... દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતાં અરબ સાગર ની શાખા નબળી પડી અને ચોમાસુ નબળું પડ્યું છે...આગામી 17 થી 20 જૂન વચ્ચે અરબસાગર માં હળવું દબાણ ઉભુ થશે અને ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પડશે...19 થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ ની શક્યતા છે...રાજ્યમાં 22 થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની શક્યતા ની વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે..5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા સાથે 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં અણધાર્યો વરસાદ પડવાની શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram