Ambalal Patel Prediction : આ તારીખોએ આવશે અણધાર્યો વરસાદ: ચોમાસા માટે અંબાલાલ પટેલની ભવિષ્યવાણી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા, ગરમી અને ભારે વરસાદને લઈ આગાહી કરી છે. 13થી 22 જુન વચ્ચે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન.. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે.. જે સિસ્ટમને લીધે જેટધારામાં 12થી 13 કિલોમીટર ઉપરના લેવલ પર પવનો છુટા પડી રહ્યા છે.. જેને લીધે દરિયાના ભેજવાળા પવનો ઉપર જશે.. બંગાળના ઉપસાર તરફ દોઢ કિલોમીટ ઉપરના પવનોની સ્થિતિ સારી હોવાથી રાજ્યમાં 13થી 22 જુન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.. જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.. એટલુ જ નહીં.. હાલ થોડા દિવસ ગરમીનો પારો પણ ઉંચકાશે તેવું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે..