Kedarnath Helicopter Crash : કેદારનાથ પાસે દુર્ઘટના ટળી, હેલિકોપ્ટરનું હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ

કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી  ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાયલટ સુરક્ષિત છે.

અકસ્માતમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું છે અને ટક્કરને કારણે હાઇવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી.

અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર હતું અને તમામ મુસાફરો યાત્રાળુઓ હોવાનું કહેવાય છે. લેન્ડિંગ પછી તરત જ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola