Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

Continues below advertisement

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ માં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તો તેનું નામ ફેંગલ રાખવામાં આવશે.   આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે.  

જેમાં તામિલનાડુથી પોંડીચેરીનો ભાગ ચેન્નઈના ભાગમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકે રહેશે.  કેટલાક વિસ્તારમાં 80 થી 90 કિલો મીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે.   તેની અસર આંધ્ર ઓરિસ્સા તેના વાદળોની અસર પૂર્વ રાજસ્થાનના ભાગ તરફ આવી શકે છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram