Patan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકા

Continues below advertisement

પાટણ બાળ તસ્કરી કેસમાં વધુ એક મહિલાની ભૂમિકા સામે આવી છે. શિલ્પા ઠાકોર નામની મહિલા સુરેશ ઠાકોરને મદદ કરતી હતી. સુરેશ ઠાકોર સાથે શિલ્પા ઠાકોર પણ બાળ તસ્કરીમાં સામેલ હતી. શિલ્પા ઠાકોર રાધનપુર તાલુકાના કામલપુર ગામની રહેવાસી હોવાની માહિતી છે. 

પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર કોરડા ગામના નકલી ડોકટરના બાળ તસ્કરી મામલામાં ભારે રહસ્યો છુપાયેલા છે તયારે બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને સુરેશ ઠાકોરની અટકાયત કરી હતી અને 24 કલાક પૂણ થતા તયારે બીજા દિવસે પાટણ કોર્ટમાં હાજર કર્યા હતો અને સરકારી વકીલ દ્વારા નવજાત બાળક નિઃસંતાન દંપતિને વેચાણ આપ્યા બાદ પરત લઇ કોને આપ્યું ? આ બાળક કોનું હતું ? તેના માતા - પિતા અને હાલ આ બાળક કયાં છે ? રાધનપુર નગરપાલિકામાંથી નવજાત બાળકના જન્મનું પ્રમાણપત્ર કઇ રીતે મળ્યું ? તેમજ પૂછપરછમાં શિલ્પા નામની મહિલાનું નામ ખુલતા તેના ઇન્ટ્રોડક્શન સહિતના મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી હતી જ્યારે જ્યારે સામા પક્ષે પણ વકીલ દ્વારા આ કેસના ગુનામાં આરોપીની જરૂર વગર પણ પોલીસ તપાસ કરી શકે છે તેમ કહી રિમાન્ડ ન આપવાની માંગ કરાઈ હતી ત્યારે કોર્ટ દ્વારા બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આરોપી સુરેશ ઠાકોરના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram