Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યારે પડશે ગાત્રો થીજવતી ઠંડી? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Continues below advertisement

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની સંભાવના છે.

પંચમહાલમાં પણ લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

કચ્છમાં નલિયામાં લઘુતમ તાપમાન નીચું જવાની શક્યતા છે. વલસાડ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ઠંડી પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. આ કારણે હાલમાં ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આઠ થી 12 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે છે. 16 થી 20 ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે. 16 થી 20 ડિસેમ્બરમાં બંગાળની ખાડીમાં એકલો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 23 ડિસેમ્બરથી 2025 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આ વર્ષે હળવા અલનીનો બનવાની શક્યતા છે જેના કારણે ભારતીય ચોમાસા ઉપર અસર થવાની શક્યતા છે. જો કે, બીજા સામુદ્રિક પરિબળો મજબૂત હશે તો ભારતીય ચોમાસુ સારું પણ થઈ શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram