Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે. આ ઉપરાંત 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી, રાજકોટના ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. તારીખ 12થી 18 સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા મજા બગડશે. 27મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત ઠંડીનો ભારે રાઉન્ડ આવવાનો છે. ઉત્તરાયણના દિવસે 15 કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. 15મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.