BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita
BZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita
ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સીરિઝમાં 2-1થી પાછળ ભારતીય ટીમ માટે વધુ એક મુસીબત આવી શકે છે. ભારતના 4 ક્રિકેટરો ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે સમન્સ મોકલ્યું છે. આ ચાર ક્રિકેટરોના નામ શુભમન ગિલ, રાહુલ તેવટીયા, મોહિત શર્મા અને સાઇ સુદર્શન છે. 450 કરોડની ચિટ ફંડ કૌભાંડમાં તેમની ધરપકડ થઈ શકે છે.
તપાસ એજન્સીઓ દ્વારા ગુજરાતમાં બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી છે. તેણે ખુલાસો કર્યો કે આ ચાર ક્રિકેટર્સે રોકાણ કરેલા પૈસા પરત કર્યા નથી.તપાસ અધિકારીઓ મુજબ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરનારા શુભમન ગિલે આ પોન્ઝી સ્કીમમાં 1.95 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય 3 ક્રિકેટરોએ તેનાથી ઓછી રકમનું રોકાણ કર્યું હતું. સીઆઈડી અધિકારીઓએ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સીએની પણ ધરપકડ કરી છે.