Ambalal Patel Rain Prediction: ઓગસ્ટમાં મેઘતાંડવના એંધાણ! અંબાલાલ પટેલની તોફાની આગાહી

Continues below advertisement

Ambalal Patel Rain Forecast: આ આગાહી અનુસાર, આજથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થવાની સંભાવના છે.

ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 2થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. નર્મદા, સાબરમતી, તાપી સહિતની રાજ્યની નદીઓ અને જળાશયોમાં વરસાદી પાણીની આવક થશે.

વધુમાં, આગાહી અનુસાર 23 ઓગસ્ટ બાદ પર્વત આકારના વાદળો જ્યાં જશે ત્યાં વરસાદ પડી શકે છે. 23 ઓગસ્ટથી 26 ઓક્ટોબર વચ્ચે રોગિષ્ઠ ઋતુ રહેવાની સંભાવના છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram