Banaskantha | પ્લાસ્ટિક, સ્ટાયોફોમની વસ્તુનો ઉપયોગ નહીં, ભાદરવી પૂનમના મેળાને લઈ તૈયારી

Continues below advertisement

યાત્રાધામ અંબાજી ભરનાર ભાદરવી મહાકુંભ મેળામાં નિઃશુલ્ક સેવા કેમ્પો વાળા પ્લાસ્ટિક સ્ટાયોફોમની વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં, સાથે ફાયર સેફટી ફરજિયાત રાખવી પડશે ,સેવા કેમ્પ માટે આગામી 5 ઓગસ્ટ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે


શકિતપીઠ અંબાજી ખાતે આગામી દિવસો મા ભાદરવી મહાકુંભ 2024 યોજનાર છે, જેને લઇ અંબાજી ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, દાંતા મામલતદાર,અંબાજી મંદિરના વહીવટદારની અધ્યક્ષતામાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજાઇ હતી, જેમાં તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સેવા કેમ્પોના પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિકાલ પણ કરવામાં આવ્યું હતું

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram