શું કોંગ્રેસમાં વેચાઈ ટિકિટ ? અમિત ચાવડા EXCLUSIVE
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ચૂંટણી પહેલા કહ્યું કે, ટિકિટ સોદાબાજીના આરોપો ખોટા છે. એબીપી અસ્મિતાને આપેલ એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, શરૂઆતમાં થોડી નારાગજી હતી પરંતુ અમે પરામર્શ કરીને જ ઉમેદવારો નક્કી કર્યા છે. સાથે જ જેમણે ખોટા આક્ષેપ કર્યા છે તેની સામે પગલા પણ લેવામાં આવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ઉમેદવારો પર ભાજબ દબાણ કરતું આવ્યું છે. પૈસા અને પ્રશાસનનો દુરુપયોગ કરીને ભાજપ દબાણ કરે છે.