ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે વરસી શકે છે વરસાદ?
ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના તાપીમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટાભાગના હિસ્સામાં સૂકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.