Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યા
Continues below advertisement
અમરેલીમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને અટકાવી ડોક્યુમેન્ટ માંગતા હોવાની જાણ થતાં સાંસદ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. જેમાં સાંસદ ભરત સુતરીયા અને જીએસટી વિભાગના અધિકારીઓ સાથેની રકઝક થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભરત સુતરીયા જીએસટીના અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલીમાં બાયપાસ નજીક જીએસટી વિભાગના અધિકારીઓનું પસાર થતાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી અધિકારીઓ દ્વારા ખેડૂતોના વાહનો રોકીને ડોક્યુમેન્ટ માગતા હોવાની સાંસદ ભરત સુતરીયાને રજૂઆત કરી હતી. જેના પગલે સાંસદ સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ખેડૂતોનું ચેકિંગ માટે રોકવા નહીં તમે કહીને જીએસટી અધિકારીને ખખડાવ્યા હતા.
Continues below advertisement