અમરેલીઃ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ ના મળતા ખેડૂતોમાં રોષ
સરકાર દ્વારા ખેડૂતોના ફાયદાઓ માટે યોજનાઓ બનાવવામાં આવતી હોય છે પરંતુ સરકારની યોજનાઓનો લાભ લેવા ખેડૂતો માટે મુશ્કેલી સમાન બન્યા છે. તેવામાં અમરેલીના બગસરા વિસ્તારના ખેડૂતોએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે બનાવેલ યોજના લાભ લીધા બાદ ખેડૂતોને સહાયના નાણાં ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.