
Amreli Closed : અમરેલીમાં પરેશ ધાનાણીના બંધના એલાનને કેવો મળ્યો પ્રતિસાદ?
Continues below advertisement
Amreli Closed : અમરેલીમાં પરેશ ધાનાણીના બંધના એલાનને કેવો મળ્યો પ્રતિસાદ?
નારી સ્વાભિમાન આંદોલન વધુ ઉગ્ર બન્યું છે અને પરેશ ધાનાણીએ 24 કલાક ધરણા લંબાવ્યા છે. જો કે થોડીવારમાં ધાનાણી ધરણા પૂર્ણ કરશે. આજે અમરેલી બંધની જાહેરાત પણ કરવામાં આવી છે. પાયલનું સરઘસ કાઢી માર મારનારા પોલીસ કર્મચારીઓ સામે કારવાઈ કરવામાં આવે તેવી માંગ સાથે પરેશ ધાનાણી ગુરુવારથી ઉપવાસ આંદોલન પર બેઠા છે અને ગઈ કાલે તેમનું સુગર લેવલ ઘટતા આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી. ઓઆરએસનું પાણી પણ આપવામાં આવ્યું હતું. જો કે કોઈ કાર્વાઈ ન થતા તેમણે વધુ 24 કલાક માટે ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. લેટર કાંડ સામે આવ્યો અને રાજનીતિ તેજ બની હતી. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 48 કલાકથી તેઓ ધરણા પર બેઠા છે અને થોડી જ વારમાં આ ધરણા પૂર્ણ કરવાના છે ત્યારે ગઈકાલે જે પરેશ ધાનાણી દ્વારા જે વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની એક અપીલ કરી હતી, ત્યારે જે જીવરાજ મહેતા જે ચોક છે તે વિસ્તારમાં અમુક દુકાનો બંધ છે અને અમુક દુકાનો શહેરની મોટા ભાગના અલગ અલગ વિસ્તારોમાં ખુલી છે, એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અપીલ કરવામાં આવી હતી કે વેપાર ધંધા બંધ રાખી જે દીકરીના ન્યાય માટે વેપારીઓ પણ જોડાય તેવી એક અપીલ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement