અમરેલીના ધારીમાં દીપડાના આગમનથી દહેશતનો માહોલ, જુઓ CCTV

અમરેલીમાં ફરી એકવાર દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ધારીની નતાળીયા નદીના પુલ નજીકથી મોડી રાતે દીપડો રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. કાર આગળથી દીપડો પૂરપાટ ઝડપે પસાર થતા કારચાલકના હોંશ ઉડી ગયા અને બ્રેક મારી દીધી. જો કે આ ઘટનામાં દીપડો સહી સલામત રીતે રસ્તો ક્રોસ કરી ગયો હતો. ગીર જંગલમાંથી હિંસક પ્રાણીઓ શિકારની શોધમાં હવે રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. ધારી પંથકમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola