ABP News

Amreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement

Amreli Letter Scam : DGP વિકાસ સહાયે અમરેલી લેટરકાંડના રિપોર્ટને લઈ શું આપ્યું મોટું નિવેદન?

અમરેલીમાં પાયલ ગોટીના સરઘસ કેસમાં રાજ્યના ડીજીપીએ આપી કડક કાર્યવાહી કરવાની ખાતરીની સાથેની બાંહેધરી. ભાવનગરની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે તપાસનો રિપોર્ટ હજુ મારી પાસે નથી આવ્યો. તપાસનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસથી પગલા ભરવામાં આવશે. લેટરકાંડ મુદ્દે પાયલ ગોટીને જાહેરમાં સરઘસ કાઢતા રાજ્યભરમાં જોરદાર વિરોધ થયો હતો, એટલું જ નહીં એસઆઈટીની પણ રચના કરવામાં આવી હતી, ત્યારે સવાલ એ છે કે આ ઘટનાને ત્રણ મહિનાનો સમય વીત્યો છતાં હજુ સુધી કોઈ નક્કર પગલા ભરવામાં કેમ નથી આવ્યા.
 
વિકાસ સહાયે કહ્યું કે, મેં આપને વાત કરી કે તપાસનો રિપોર્ટ હજી મારી પાસે આવ્યો નથી. તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવાની. અમરેલીમાં પાયલ ગોટીના સરઘસ કેસમાં રાજ્યના ડીજીપીએ આપ્યા છે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram