અમરેલીની કારી નદીમાં ધસમસતા પાણીમાં તણાયેલા બે યુવાનને NDRFના જવાનોએ જીવ પર ખેલીને 4 કલાકની મહેનત પછી બચાવ્યા......
Continues below advertisement
અમરેલીઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. બીજી તરફ વડોદરા NDRFની એક ટીમ અમરેલી જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે. ત્યારે બુધવારે રાત્રે કારી નદીમાં ઉમટેલા ઘોડાપૂરમાંથી બે યુવાનોને ઉગારી લેવાયા હતા. NDRF તરફથી મળેલી માહિતી પ્રમાણે, અમરેલીના લીલીયા તાલુકાના ભોરીંગડા ગામ નજીક મધ્યપ્રદેશના બે યુવાનો કારી નદીના ઉછળતા જળમાં ફસાઇ ગયા હતા. આ ઘટનાની ખબર મળતાં એનડીઆરએફની ટીમે રાતે પોણા એક વાગે બચાવ કામગીરી હાથ ધરી બંનેને પૂરના પાણીમાંથી બચાવી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. લગભગ સાડા ત્રણ કલાક બચાવ કામગીરી ચાલી હતી. 28 અને 30 વર્ષની ઉંમરના આ યુવાનો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની પેટલાવદ તહેસીલના એક ગામના નિવાસી હતા.
Continues below advertisement