Junagadh : વિલીંગ્ડન ડેમ ખાતે ડૂબી રહેલા યુવકનું મહિલાઓએ કેવી રીતે કર્યું રેસ્ક્યૂ, જૂઓ Live Video
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢઃ ગઈ કાલે વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના ખાડીયામાં યુવાન ડૂબ્યો હતા. જોકે, મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.