Amreli News | વર્ષોથી ગૅસની પાઈપલાઈનની કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો બન્યા લાચાર

Continues below advertisement

ગૅસની પાઈપલાઈન નાખવા આડેધડ ખોદી નખાયા છે ખેતર... વર્ષોથી કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો બન્યા છે લાચાર...  દ્રશ્યો છે અમરેલીના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામના...  ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ નામની કંપની અમરેલીના લોઠપૂરથી કોડીનારના છારા બંદર સુધી નાખી રહી છે ગૅસની પાઈપલાઈન... વર્ષ 2013માં તો એક વખત પાઈપલાઈન નાખી... હવે ફરી બીજી પાઈપલાઈન નાખી રહી છે..  ખેડૂતોના મતે, તેમની મહામૂલી જમીનમાં આડેધડ ખોદકામ કરાતા ખેતર ખેદાન-મેદાન થઈ ગયા છે..  ક્યાંક ખાડા ખોદી નખાયા છે... તો ક્યાંક માટીના ઢગલા કરી દેવાયા છે... ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, ગૅસની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ... ત્યારે લેખિતમાં બાંહેધરી અપાઈ હતી કે, 15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરી દઈશું... પણ ચોમાસું આવી ગયું... ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ ન થતાં તેઓ ખેતી પણ કરી નથી શકતા..  મોટા માણસા ગામના સરપંચે આરોપ લગાવ્યો કે, કંપનીવાળાઓ પોલીસનો ઉપયોગ કરી ખેતરમાં બળજબરીથી પાઈપલાઈન નાખવાની કામગીરી કરે છે.  તો આ તરફ કંપનીના સુપરવાઈઝરનું કહેવું છે કે, વરસાદના કારણે  કામ અટક્યું છે.. વરસાદ બંધ થશે.. ત્યારબાદ કામગીરી પૂર્ણ કરાશે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram