Dhoraji Rains: પાટણવાવમાં ધોધમાર વરસાદ, ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો, અદભૂત દૃશ્યો કેમેરામાં કેદ

Continues below advertisement

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે. ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય સર્જાતા હોય છે. આવું જ કુદરતી સૌંદર્ય ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર પણ જોવા મળ્યું છે. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. આથી અદભૂત દૃશ્યો સર્જાયા છે. તેમજ વરસાદથી ઓસમ ડુંગર લીલીછમ્મ હરિયાળીથી ખીલી ઉઠ્યો છે. આ ધોધનો અદભૂત નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો છે.

ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે. ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram