Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો
લીલીયા મોટા ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ પરિન રાજપુરાએ ભૂગર્ભ ગટરનાં પ્રશ્ને શુક્રવારે ગામની બજારો બંધરાખવાનું એલાન કર્યુ છે.તેઓએ એક નિવેદનમાં જણાવેલ છે કે, લીલીયા શહેરમાં એક દાયકા ઉપરાંતનાં સમયથી કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના સમગ્ર ગ્રામજનો માટે માથાના દુ:ખાવા સમાન સાબિત થઈ છે. પાછલા કેટલાક સમયથી શહેરની મેઈન બજાર સહિત અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કૂંડીઓમાંથી ગંદા પાણી માર્ગો પર વહી રહૃાાં છે. તેને લઈ ચેમ્બર ઓફ કોમર્સનાં હોદેદારોએ મામલતદારને આવેદનપત્ર આપી આગામી તા. 28/6/2024 શુક્રવારનાં રોજ શહેરનાં તમામ વેપાર ધંધા સવારથી સજજડ બંધ રહેશેનું એલાન આપ્યું છે.
પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ શહેરની વિવિધ સંસ્થાઓએ અનેકવાર રજૂઆતો અને આંદોલનો કર્યા હોવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. સમગ્ર શહેરની ભૂગર્ભ ગટર જામ હોય તેને કાર્યરત કરવા સ્થાનિક ગ્રામ પંચાયત પાસે મેન્ટનન્સમાં કોઈ સાધનો નથી તમામ પપ્પીંગ સ્ટેશન બંધ છે. આ પ્રશ્ને કોઈ ઉકેલ નહી આવે તો આવનારા દિવસોમાં ઉપવાસ આંદોલન તથા અચોકકસ મુદત સુધી વેપારીઓ પોતાના ધંધા-રોજગાર સજજડ બંધ રાખી આંદોલન કરશે તેમ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ પરિનભાઈ સોનીએ જણાવ્યું હતું.