Delhi Rain | ભારે વરસાદ બાદ આખાય શહેરમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ બાદ હાલમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, એક દિવસના વરસાદમાં જ સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે. લ્યુટિયન ઝોનથી લઈને પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી સુધીના તમામ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. દેશના સૌથી મોટા એરપોર્ટ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર પણ અનેક ભાગોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.

દિલ્હીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ વનની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. દત્તા પથ, અરબિંદો માર્ગ, મૂળચંદ, મધુ વિહાર, ભીખાજી કામા પ્લેસ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે. સૌથી ભયાનક તસવીરો દિલ્હીના મિન્ટો રોડ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં મિન્ટો બ્રિજની નીચે ભરાયેલા પાણીમાં એક ટ્રક અને એક કાર ડૂબી ગઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram