રાજ્યમાં કોરોના કેસની સાથે ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં કોરોના કેસની સાથે ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. પ્રતિ દિવસ 30 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. દવાખાના અને હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહયા છે. જેને કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.