Ankleshwar Bus Accident : અંકલેશ્વર ઓવરબ્રિજ પાસે 2 બસ વચ્ચે અકસ્માત, બસ પલટી જતા મુસાફરો ફસાયા
Ankleshwar Bus Accident : અંકલેશ્વર ઓવરબ્રિજ પાસે 2 બસ વચ્ચે અકસ્માત, બસ પલટી જતા મુસાફરો ફસાયા
અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. આમલાખાડી ઓવર બ્રિજ નજીક એસ.ટી.બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ પલટી જતા મુસાફરો બસમાં ફસાયા હતા. સ્થાનિકો અને પોલીસે બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢ્યા. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો.
જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ નિપજ્યાં છે. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે. અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી છે. સાત લોકોના મોતથી જેતપુર- સોમનાથ હાઈવે પર હૃદયદ્વાવક દ્રશ્યો સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.