Annakoot loot in Dakor Temple: ડાકોરમાં ભગવાનને ધરાવેલા 151 મણ અન્નકૂટની 10 મિનિટમાં લૂંટ

Continues below advertisement

ડાકોરના ઠાકોરના દરબારમાં થઈ પ્રસાદની લૂંટ. 151 મણ પ્રસાદ રણછોડરાયની સમક્ષ લૂંટાયો અને પોલીસ માત્ર મુકપ્રેક્ષક ન બની પરંતુ લૂંટારુઓને પોલીસે કરી આપી વ્યવસ્થા..આ કોઈ કાયદાનું ઉલ્લંઘન કરીને કરાયેલી લૂંટ નથી, આ તો છે દ્વાપર યુગથી ચાલી આવતી પરંપરા.સદીઓ પુરાની દિવાળીના બીજા દિવસે મનોરથ લૂંટની  આ પરંપરા આજે પણ યથાવત રહી..પહેલા ભગવાનને ચઢાવાયો થાળ અને જેવા ભગવાનના કપાટ ખુલ્યા, આમંત્રિત કરાયેલા 80 ગામના લૂંટારુઓએ પ્રસાદ લૂંટ્યો..પ્રસાદ લૂંટવા માટે પણ ગામથી આવેલા લોકોએ લૂંટેલા પ્રસાદને સાચવવા માટે શરીર પર કોથળા અને ગમછા લપેટ્યા હતા..બપોરે બે વાગ્યે શરૂ થયેલી આ લૂંટ, માત્ર ત્રણ મિનિટમાં પૂરી થઈ..લૂંટારુઓએ પણ લૂંટેલો પ્રસાદ ભાવિ ભક્તોને વહેંચ્યો..પ્રસાદ  એ હજારો ભક્તોને નસીબ થયો, જે સવારથી લૂંટ થાય તેની રાહ જોઈ બેઠા હતા.આજના દિવસે મનોરથના લૂંટની ઘટનાના સાક્ષી બનવા ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશથી ભક્તો પહોંચતા હોય છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola