Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ભરશિયાળે વરસાદની આગાહી કરી છે. હજુ કમોસમી વરસાદની મારથી ખેડૂતો બેઠા નથી થયા ત્યાં વધુ એક વરસાદના રાઉન્ડની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ નવેમ્બર માસના અંતમાં માવઠું થઇ શકે છે. 28 નવેમ્બરે માવઠાની ચેતવણી વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો કમોસમી વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. અંબાલાલન આગાહી મુજબ રાજ્યમાં 22 નવેમ્બરથી વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઉપરાંત ડિસેમ્બરના શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાશે. અંબાબાલ પટેલે 20,21,22 નવેમ્બરે વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કર્યો છે. તેમના મત મુજબ 18-19 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે. તેમજ ડિસેમ્બરમાં પણ માવઠાની શક્યતા છે.
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. છ શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે. 10.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર રહ્યું, હવામાન વિભાગે રાજ્યમાં 25 નવેમ્બર બાદ ઠંડી વધવાની આગાહી કરી છે.