અરવલ્લીઃ વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા લોકોએ જળાભિષેક કર્યો

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા હવે લોકો ઇંદ્ર દેવને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. તેના ભાગરૂપે અરવલ્લીમાં વરુણ દેવને રીઝવવા જળાભિષેક કરાયો હતો. મેઘરજ પંથકમાં વરસાદ ખેંચાતા કંટાળુ હનુમાનજીને રીઝવવા પાણીનો અભિષેક કરવામાં આવ્યો. સ્થાનિકોએ ઢોલ નગારા વગાડવાની સાથે પાણીના બેડા સાથે અભિષેક કર્યો હતો. મેઘરાજાને મનાવવા માટે આસ્થારૂપી પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola