તાપીના ડોસવાડામાં પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, કોગ્રેસે સરકાર પર શું કર્યા પ્રહાર?
તાપીના (Tapi) ડોસવાડામાં હિંદુસ્તાન ઝીંક પ્લાંટના (hindustan zinc plant) વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. તાપીના સોનગઢના ડોસવાળા ગામે પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. હિન્દુસ્તાન ઝીંક પ્લાન્ટના વિરોધમાં ડોસવાળાના લોકોએ હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે તેઓને અટકાવતા ઘર્ષણ થયું હતું. ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તો સામે ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. બેનર્સ, કાળા વાવટા બતાવી લોકોએ વિરોધ કર્યો હતો. ઝીંક પ્લાંટ આવવાથી ખેતીની જમીન અને પર્યાવરણને નુક્સાન થશે તેવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
Tags :
Police Tapi Songadh ABP Live ABP News Live Hindustan Zinc Plant ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV