Aravalli News: પોલીસ કર્મચારી નીકળ્યો બુટલેગર! કોન્સ્ટેબલના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસકર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવતા પોલીસ વિભાગ ફરી એકવાર શર્મશાર થયું છે. ધનસુરાના રાહીયોલ ગામે પોલીસ કર્મીના ઘરમાંથી મળ્યો વિદેશી દારૂ, જિલ્લા LCBએ બાતમી આધારે કરી હતી રેડ.

અરવલ્લી જિલ્લાના ધનસુરમાં પોલીસ કર્મચારી જ નીકળ્યો બુટલેગર. ધનસુરા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા LCBની ટીમે બાતમીના આધારે ધનસુર તાલુકાના રહીયોલ ગામના એક મકાનમાં દરોડો પાડ્યો. આ મકાન 10 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિજય પરમારનું હતું. દરોડા દરમિયાન ઘરના રસોડામાંથી વિદેશી દારૂની 2138 બોટલ મળી આવી. જેની કિંમત એક લાખ 76 હજાર રૂપિયા. પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમાર અગાઉ પણ દારૂના કેસમાં ઝડપાયો હોવાથી તેની બદલી પોરબંદર કરી દેવાઈ હતી. તેમ છતાં તે દારૂની હેરાફેરી કરતો હતો. દરોડા પહેલા તે ઘરમાં જ હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola