Arvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લાના માલપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે... માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો હતો.. ભારે પવનના સુસવાટા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો... ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે... જેને લઈને સ્થાનિકો ખુશ ખુશાલ બન્યા હતા.. વાવણી લાયક વરસાદ ખાબકતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે...
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.. છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.