Arvalli Rain: માલપુર, મેઘરજ, ભિલોડા સહિતના વિસ્તારોમાં બરબાદીનો વરસાદ, ખેતીપાકોને નુકસાનની ભીતિ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે.. જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.. આજે અનેક જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આજે સવારથી જ અમદાવાદ, પાલનપુરની આસાપસના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. અંબાજીમાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે. અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. અંબાજી અને દાંતામાં વરસાદને કારણે મકાઈના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે.
પાલનપુર અને વડગામ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અહી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી છે. બનાસકાંઠાના ધાનેરાના સહિત અલગ-અલગ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બાપલા, વાછોલ અને કુંડી સહિતના ગામમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. દાંતીવાડામાં ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો. ડીસા, અમીરગઢમાં ભારે પવન સાથે વરસાદથી વીજળી ગૂલ થતા જનજીવન પ્રભાવિત થયુ છે.