Mehsana Rain: મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં બરબાદીનો વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો|
મહેસાણામાં પણ આફતનો વરસાદ ખાબક્યો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ છે..
કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાજરી, જુવાર, મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઇ રહી છે. ખાસ કરીને કેસરી કેરીના પાક હાલ તૈયાર થઇ ચૂક્યો છે. આ સમયે જ કમોસમી વરસાદની આગાહીએ કેરી પકવતા ખેડૂતોની ચિંતા પણ વધારે છે.
હવામાન વિભાગે ભરઉનાળે માવઠાના સંકેત આપ્યાં છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ નોંધાયો છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગરમીનો પારો નીચે જતાં લોકોને રાહત મળશે અને 7 દિવસ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની ચેતવણી અપાઇ છે.