અમરેલી: પગાર વધારાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં આશાવર્કર બહેનોનો હલ્લાબોલ
અમરેલીમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશાવર્કર બહેનોનો હલ્લાબોલ કર્યો હતો. કામગીરી સામે પગાર વધારાની માંગણી સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ આવેદન અપાયું હતું. 300 જેટલી આશા વર્કર બહેનો કલેકટર કચેરીએ પહોંચી સુત્રોચાર કર્યા હતા.