અસ્મિતા વિશેષઃ કોણે ખાધી તેલની મલાઇ?
તેલના ડબાના ભડકે બળતા ભાવ અને તેલિયા રાજા સાથે સાંઠગાંઠના મુદ્દે કૉંગ્રેસે વિધાનસભામાં હંગામો મચાવ્યો હતો..પણ સરકારે ભાવ પર અંકુશ લેવાની વાત કરવાના બદલે સરકારને બદનામ કરવાનો આરોપ કૉંગ્રેસ પર લગાવ્યો હતો. કોરોનાના કારણે એક બાજુ લોકોના ધંધા રોજગારને ગંભીર અસર થઈ રહી છે. તો બીજી બાજુ તેલના વધેલા ભાવથી જનતાનું તેલ નીકળી રહ્યું છે