Kadi by Election: 'બળદેવજી ઠાકોર બ્લેકમેલર પ્રસ્થાપિત થયા': નીતિનભાઈ પટેલના બળદેવજી પર પલટવાર

કડી વિધાનસભા બેઠકનો પેટાચૂંટણીજંગ. જેના પ્રચારમાં બળદેવજી ઠાકોર અને નીતિન પટેલે એકબીજા લગાવ્યા ગંભીર આરોપ. માલધારી સમાજના સંમેલનમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે લગાવ્યો આરોપ કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રબારી સમાજની તમામ મંડલીઓ ખાલસા કરવાનું કામ કર્યું હતું... જવાબમાં નીતિન પટેલે પણ બળદેવજી ઠાકોર પર લગાવ્યા ગંભીર આરોપ.. બળદેવજી ઠાકોરને બ્લેક મેલર ગણાવી નીતિન પટેલે કહ્યું... 

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચરમસીમા પર પહોંચી. માલધારી સમાજના સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કર્યા ગંભીર આરોપ.. રબારી સમાજની તમામ મંડળીઓ ખાલસા કરવાનું કામ નીતિનભાઈ પટેલે કર્યુ હોવાનો બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યો. બળદેવજી ઠાકોરના આ જ આરોપોનો નીતિનભાઈ પટેલે પણ વિસ્તારથી પલટવાર કર્યો.. બળદેવજી ઠાકોરને બ્લેક મેઈલર ગણાવીને નીતિનભાઈએ વળતો પ્રહાર કરતા કહ્યું કે ઝાલોડામાં બળદેવજીએ ઠાકોરોની જમીનો નીચા ભાવે વેચાવીને દલાલી કરી. બળદેવજી ભાજપ-કૉંગ્રેસવાળા સાથે ભાગીદારી કરે છે. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola