Banaskantha | વાવ બેઠક પર ઉમેદવાર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા... પાંચ નામોની મજબૂત ચર્ચા

Continues below advertisement

 મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને લઇને હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપે વાવા બેઠક પર યોગ્ય ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બનાસકાંઠાની આ હાઇ પ્રૉફાઇલ થઇ ચૂકેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. આમાં ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે.

માહિતી પ્રમાણે, ભાજપ અને કોંગ્રેસ બન્ને આ બેઠક પર પેટાચૂંટણીમાં કબજો કરવા માંગે છે. કોંગ્રેસના સાંસદ અને વાવના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પહેલાથી જ વાવમાં ઠાકોર ઉમેદવારને ટિકીટ નહીં આપવાની વાત કહી દીધી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને ભાજપે યોગ્ય ઉમેદવારની શોધ શરૂ કરી દીધી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram