Gandhinagar | ગીર ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે લોકોની ગેરસમજણ દૂર કરવા કરાયું બેઠકનું આયોજન

Continues below advertisement

Gandhinagar | ગીર ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે લોકોની ગેરસમજણ દૂર કરવા કરાયું બેઠકનું આયોજન 

ગુજરાતના ગૈારવ સમાન એશિયાટીક સિંહના રક્ષણ ખાતર ગીર ઇકો સેન્સિટીવ ઝોન ઘોષિત કરવા ડ્રાફ્‌ટ નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, ઇકો સેન્સિટીવ ઝોનના અમલથી ખેતીના કામથી માંડીને બાંધકામ સુધીના કાર્યમાં રાજ્ય વન વિભાગનુ નિયંત્રણ આવી જશે જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે.

આ જોતાં વિસાવદર, અમરેલી,  ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વિરોધની આગ ભભૂકી છે. આ જોતાં રાજ્ય સરકારે બેકફૂટ પર આવવા મજબૂર થવુ પડ્યુ છે. વિસાવદરના 29 ગામના સરપંચોને ગાંધીનગર તેડાવાયાં હતાં જ્યાં વન મંત્રીએ બેઠક યોજીને સરપંચોને સમજાવ્યા હતાં.

ગીર ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સૌરાષ્ટ્રભરના લોકો સરકારથી ભારોભાર નારાજ છે. સ્થાનિકોનું કહેવુ છેકે, ઇકો  સેન્સિટીવ ઝોનનો અમલ થશે તો, ખુદ ખેડૂતો જ પોતાના ખેતરમાં કૂવો કે બોર કરવું હશે તો વન વિભાગની મંજૂરી લેવી પડશે. ખનિજખનનથી માંડીને હોટલ-રેસ્ટોરન્ટ,રિસોર્ટ કે કોઇપણ બાંધકામ કરવું હશે તો વન વિભાગની મંજૂરી ફરજિયાત છે. વૃક્ષછેદન જ નહીં, રસ્તા બનાવવા હોય, વીજળી કે મોબાઇલ ફોનના ટાવર લગાવવા હોય, કોઇ ઉદ્યોગ,મતસ્ય પાલન પ્રવૃતિ, ડેરી ઉદ્યોગ, પોલ્ટીફાર્મ, ઇંટના ભઠ્ઠા શરૂ કરવો હોય તો મંજૂરી સિવાય કરી શકાશે નહી. 

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram