બનાસકાંઠા: સતત બીજા દિવસે કેનાલમાં ગાબડાં પાડવાનું યથાવત, જુઓ ગુજરાતી ન્યુઝ
બનાસકાંઠામાં સતત બીજા દિવસે કેનાલમાં ગાબડાં પાડવાનું યથાવત છે. ભાભરના કપરૂપુર ગામની સીમના કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જીરુંના પાકમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહયા છે.